મહારાષ્ટ્રમાં પ્રધાન પોલીસ વચ્ચેની ભ્રષ્ટ્રાચાર ભાગીદારી તાજેતરમાં પ્રકાશમાં આવી છે અને દાવપેચ શરૂ થયા છે.એક સમય હતો જ્યારે મુંબઇ પોલીસની કાબેલિયતની સરખામણી સ્કોટલેન્ડ યાર્ડ સાથે થતી હતી! આજે મુંબઇ પોલીસના ભ્રષ્ટ્રાચાર પાછળ રાજકીય હાથ અને સાથ હોવાથી વિવાદ ગંભીર બન્યો છે. વિધાનસભા અને લોકસભાની ચૂંટણી ઉપર તેની અસર અવશ્ય પડશે.