દિવાળી/નૂતન વર્ષના વિસરાએલ સુત્રો.
૧) “કોડિયું છું દિવેટ સાથેનું,
એક તણખો ઉધાર માંગું છું,
તણખો જો ઉધાર મળી જાય,
તો વ્યાજ સાથે પ્રકાશ પાછો આપું છું.”
૨) “રંગોળીમાં રંગ પુરજો સરસ,
રંગીન થઇ જશે આખું વરસ.”
૩) “જો રાખશો ને આપશો હર્ષ સામે હર્ષ
- ખીલી જશે નૂતનવર્ષ.”
૪) “ સંબંધોમાં કદી રાખવી ન ખીજ
જેથી ઉમંગથી છલકાય ભાઇબીજ.”
૫)”દિલથી દિલ સુધી બાધજો બ્રિજ
તો મહેકતી રહેશે હમેશાં ત્રીજ.”
૬)”હરખથી થઇ જઇએ લોથપોથ
તો ખુશિસોથી ભરાઇ જશે ચોથ.”
૭)”સ્નેહના મુલાયમ આપો/લ્યો આગમન
વીતાવજો એકમેકથી લાભપાંચમ.”
🙏