વેલેન્ટાઈન અઠવાડિયું
શરુ થયું વેલેન્ટાઈન અઠવાડિયું,
વધશે થનગનાટ યુવા હૈયામાં!
હોય જ્યાં લાગણી અને પ્રેમ,
ક્યાં જરુર છે કોઈ ખાસ દિવસની?
આપી મોંઘીદાટ ભેટો એકબીજાને,
કરશે પ્રયત્નો પ્રેમીજનો ઘણાં,
રાખવા ખુશ એકમેકને!
એક હુંફાળું આલિંગન,
સમય એકબીજા સાથેનો,
ક્યાં સસ્તા છે કોઈ ભેટથી?
રહે પ્રેમ અને લાગણી જીવનભર,
બસ, એ જ તો છે,
જીવનની સૌથી મોટી ભેટ!