ભલે તું હસતી રહે પણ તારી આંખલડી ને
દ્વાર ડોકાતી એકલતા સમજાય છે
તારા મન ના સંઘર્ષ ને ઢાંકતો તારો સ્વીકાર સમજાય છે
દ્વંદ્વ ને દબોચી ને આગળ ધપવા ની તારી લડાઈ
મને સમજાય છે
દયાભાવ મીશ્રીત સમાજ સામે અડીખમ ઉભી રહીને તારું જાળવેલું સ્વમાન મને સમજાય છે
-Shree...Ripal Vyas