એક પ્રશ્ન
ચર્ચાની એરણે
"અખંડ આનંદ" માસિક જુલાઈ ૨૦૨૧ના અકમાં પ્રકાશિત ડૉ. દિનકરભાઈ જોષીના લેખ "આંધકારનો પ્રકાશ"માંથી આ ફકરો લેવામાં આવ્યો છે.
"રામાયણ મહાભારતમાં આ શસ્ત્રો વિષે ભારે રસપ્રદ વાત કરવામાં આવી છે. બ્રહ્માસ્ત્ર, પશુપતાસ્ત્ર, નારાયણાસ્ત્ર આ બધાં પ્રચંડ શસ્ત્રો જેમણે હસ્તગત કર્યા હતાં તે શસ્ત્રો હથિયારો, નહોતા. મહર્ષિ વ્યાસ અને વાલ્મિકીએ આ શસ્ત્રોનું જ્ઞાન જ્યારે શિષ્યોને આપ્યું છે ત્યારે તેમાં સજીવારોપણ કર્યું છે.શસ્ત્રોની પ્રાર્થના કરવાથી તે શસ્ત્ર સ્વયં હાજર થતું અને જે કંઇ ખોટું થઇ રહ્યું હતું તેને ખતમ કરીને પાછું સ્વસ્થાને ચાલ્યું જતું. આમ આ શલ્ત્ર યોધ્ધા દ્વારા રણમમેદાનમાં આવતું પણ યોધ્ધા એનો સ્વામી નહોતો એ માત્ર શસ્ત્રને શાસ્ત્રમાં પરિવર્તિત કરીને વૈશ્વિક શાંતિનો પ્રસાર કરતો.”
"માનનીય શ્રીદિનકરભાઈને એક વાહિયાત પ્રશ્ન પુછવાનું મને મન થાય છે કે' પ્લેગ' 'કૉલેરા' 'કોરોના'વગેરે વિષાણુંજન્ય રોગો આવા શસ્ત્રો છે કે રોગો છે? આ એક વિચારણીય પ્રશ્ન મને લાગે છે. જો તે શસ્ત્ર હોય તો, 'વુહાન' લેબોરેટરીનો કોઈ વૈજ્ઞાનિક (કે જેણે આ શસ્ત્રનું - ઉત્પાદન-સજીવારોપણ કર્યું હોય) તેણે તેનો ઉપયોગ, હેતુ સિધ્ધ કર્યા બાદ આ શસ્ત્રને પરિવર્તિત કરી (મ્યાન કરી) વૈશ્વિક શાંતિ સ્થાપી શકે ?
ઉમાકાન્ત વિ.મહેતા.(ન્યુ જર્સી)