Quotes by Shah Nimishaben Kantilal in Bitesapp read free

Shah Nimishaben Kantilal

Shah Nimishaben Kantilal

@shahnimishabenkantilal.152955


નવી શરૂઆત..

અંત હોય જે આ જિંદગીનો,
એ જ આરંભ લઈને આવે છે.
બધું સમાપ્ત થઈ જાય ત્યાંથી ,
નવા શમણાં લઈને આવે છે.

કોઈપણ રાત જો વીતી ગઈ,
તો સવારને મળવું જરૂરી છે;
અંધારા પછી માત્ર એ ઉજાસની,
ઝલક લઈને આવે છે.

જે ડાળી તૂટી ગઈ હોય,
ત્યાં નવા પાંદડાંનો છે વાયદો;
હંમેશા વૃક્ષ એની જીવંતતાની,
પળ લઈને આવે છે.

​આ "અંત" શબ્દને નિરાશા ન ગણવી,
એ તો વિરામનું બીજું નામ છે;
સફર પૂરી થાય તોયે,
એ બીજી મુસાફરીનો ઉમંગ લઈને આવે છે.

Read More

વ્હેમમાં રહેવું ગમે છે, હકીકત ક્યાં કદી ખૂબસૂરત હોય છે
સૌને સૌની હદમાં રાખવા ગમે, શરાફત ક્યાં કદી સલામત હોય છે.
​હોઠ પર ઝેર લઈને પણ હસવું પડે છે,
ક્યાં દરેક વાતની અસર પણ કરુણાવત હોય છે!
​સાવ ઓછું બોલે છે જે, એ વધુ સમજે છે,
શાંત એ જ હોય છે જેનામાં બહાદુરીની તાકાત હોય છે.
​આશરો આપીને પછી રસ્તા બતાવે,
એકલા રહેવાની એની ખાસ અદાવત હોય છે.
​જ્યાં જઈને આંસુ છુપાવી શકાય છે,
એક ખૂણો હોય છે, ત્યાં જ શાંતિની ઈમારત હોય છે.
​શબ્દને ચૂપ કરી દેવો પડે, કેમકે 'હું' છું,
નહીંતર તો ઘોંઘાટમાં ક્યાં કદી શાનદાર વાત કબૂલાત હોય છે?

Read More