“ઘડપણના મિત્રોને ઓળખી રાખવા જોઇએ. પહેલે નંબર આવે “ટેલિફોન”. પથારીવશ વ્યક્તી ટેલિફોન જોડે, ત્યારે એના અસ્તિત્વના સીમાડા વીસ્તરતા જણાય છે.સામે છેડેથી “હેલો” શબ્દ સંભળાય ત્યારે પથારી ખરી પડે છે.અને કોઇ સ્વજનનો મળ્યાનો આનંદ છવાઇ જાય છે. સંતાનોને ખાસ વિનંતી કે એમણે કદી પોતાના માતપિતાને લાંબાટુંકા અંતરના ટેલિફોન કરતા રોકવા નહી ઁને ટોકવા નહી ટેલિફોન પર લાંબી વાતો કરવી એ પ્રત્યેક વૃધ્ધ જીભને ભાવતી પ્રિય વાનગી છે.ક્યારેક ટેલિફોનની વાતચીતને કારણે દુ:ખી હૃદયને જીવતા હોવાની પ્રતીતિ થાય છે.”
.....ગુણવત શાહ