જે સ્ત્રી ઘરમાં સૌથી પહેલાં પથારી ત્યાગી આપણાં તમામ કામ તબક્કા વાર કરે સફાઈકામ,ચા,નાસ્તો,બાળક જગાડવાં,તૈયાર કરવાં,રાંધવું,આપણું ટિફિન,બાળકને સ્કૂલ મૂકવા જવું,ગેસ્ટ ની તકેદારી,કપડાં ધોવાં,ઘર નું રાચરચીલુ સંભાળ એમ આખો દિવસ નીકળી જાય.પાછુ રાતનું રાંધવું,જમવા આપવું,વાસણ વગેરે..આખો દિવસ કામ કામને કામ.બધાં જ ઊંઘી જાય પછી ઈ આવતી કાલ નું શું કામ કરવું તે વિચાર આયોજન કરી પછી ઊંઘે...આટલી આપણી કાળજી રાખતી સ્ત્રી ઘરની લક્ષ્મી છે."ટૂંકમાં કહું તો આપણાથી વહેલી ઉઠે છે અને આપણા ઊંઘ્યાં પછી ઊંઘે છે."તેને ક્યારેય દુઃખી કે સંતાપિત ના કરો.
- वात्त्सल्य