શિવ-શક્તિ
એક તરફ શિવ, એક તરફ શક્તિ,
એક તરફ ભસ્મ, એક તરફ ભક્તિ.
કલ્યાણ દાતા શિવ છે,અભય દાતા શક્તિ છે,
પાલક પિતા શિવ છે, પોષક માતા શક્તિ છે.
ૐ નમ: શિવાય કહું કે માં ભવાની કહું?
જગત આખા નાં હૃદયે તો બંન્ને બિરાજે છે
કોને ભજું, કોને તજું , બંન્ને એક સમાન?
શિશ નમાવો બેઉને, બંન્ને એક સમાન!