નમસ્કાર.
છેલ્લાં બાર પંદર મહિનાથી સમગ્ર વિશ્વમાં બધું જ અસ્થિર અને અનિશ્ચિત છે, ગતિ, સ્થિતી,સમય,સંજોગ, જિંદગી,મૃત્યુ. અરે... આવનારી આગામી પળ માટે પણ આપણે સૌ બેખબર છીએ. કૈક અંશે હું પણ આ કુદરતની અકળલીલાનો ભાગ અને ભોગ બન્યો છું, પણ....
એક અદ્દભુત સંયોગ સાથે સંકળાયેલો જોગાનુજોગ આજીવન મારા સ્મરણપટલ પર અંકિત અને જીવંત રહેશે.. કોરોનાકાળમાં હું કલમનો થયો.. મને લખવા થયો, અને એ પણ લગાતાર થયો.
જોગાનુજોગ શબ્દ એટલે લખ્યો કે, એક એવો સમયગાળો કે, જ્યાં કોઈ જ અનુમાન પ્રમાણિત નથી એવા કપરા દિવસોમાં.. તિથી થી તિથી સાથેનું સંયોજન જોડાવું એ ઘટના મારા માટે એક સુખદ આશ્ચર્યથી ઓછી નથી.
૨૬ એપ્રિલ ૨૦૨૦ અખાત્રીજના પાવનદિને પ્રથમ નવલકથા ‘ક્લીનચિટ’ થી આરંભેલી શબ્દસંઘની જાત્રામાં ફરી જોડાયું એક નવી નવલકથાનું નવું પ્રકરણ ૧૪મી મે ૨૦૨૧ અખાત્રીજની તિથિના સંયોગ સાથે..
શિર્ષક ‘એક ચુટકી સિંદૂર કી કિંમત’
૨૬ એપ્રિલ ૨૦૨૦ અખાત્રીજ
૧૪મી મે ૨૦૨૧ અખાત્રીજ.
પાંચમી નવલકથા શિર્ષક લઈને આવી..
‘એક ચુટકી સિંદૂર કી કિંમત.’
નવલકથાનું ધુંધળૂ ચિત્ર ઉપસ્યું’તુ અંતિમ વાર્તાના લેખનકાર્ય દરમિયાન..
છેલ્લાં એક વર્ષ દરમિયાન..
સળંગ એક પછી એક કોઇપણ અંતરાલ વિના
ચાર નવલકથા, ચાર લઘુ નવલકથા, બે ટૂંકી વાર્તા, બે નવલિકાની પ્રસ્તુતિ કરી,
પણ... આ નવલકથા થોડી વિસ્તૃત છે, એટલે.. પાંચ એપ્રિલ ૨૦૨૧ પછી પિસ્તાળીસ દિવસના મધ્યાંતર બાદ ૧૪મી મે ૨૦૨૧થી ફરી વાચકો સાથે નવી નવલકથા દ્વારા સંવાદસેતુ સાધવાનો રૂડો અવસર પ્રાપ્ત થયો છે.
શું છે કથાસાર ‘એક ચુટકી સિંદૂર કી કિંમત.’ નવલકથાનો ?
માનવજીવનની દરેક પરિસ્થિતિના બે અતિ મહત્વના પલડા..
પ્રેમ અને પૈસો.
સંસારિક જીવનમાંથી પ્રાણવાયુ જેવા આ બે પરિબળોની બાદબાકી કરી નાખો તો... જિંદગી જોવા અને જીવવાનો દ્રષ્ટિકોણ ૩૬૦ ડીગ્રીએ ફરી જાય. અને કયારેક અતિ વિષમ પરીસ્થિતમાં તો બન્ને પડલા સ્હેજે અસંતુલિત થાય તો પણ... સમગ્ર જીવન ડામાડોળ થઈ જાય.
પ્રેમ અને પૈસો.... જગતભરમાં જેટલી માનવવસ્તી છે, તેટલી આ બંને શબ્દોની પરિભાષા છે.
સૌ સ્વના અનુભવ પરથી સૌ તેની વિભિન્ન વ્યાખ્યા આપશે..
મારી આ નવલકથાના પ્રતિભાવ વિષે પણ હું એવું જ દ્રઢ પણે માનું છું....
સૌ વાચકો પોતપોતાની વ્યાખ્યા અનુસાર વાર્તાના સારને વાઘા પહેરાવશે.
‘એક ચુટકી સિંદૂર’ ની કિંમત હોય ?
હોય તો કેટલી ?
અને શા માટે ?
કોણ ચુકવે ?
અને ક્યાં સુધી ?
ભાગ્યમાં ન હોવાં છતાં એક ચુટકી સિંદૂર આશની પણ કિંમત ચુકવવાની ?
કદાચ હાસ્યાસ્પદ પણ સળગતાં સવાલના જવાબ જાણવા માટે...
બે સ્ત્રીઓ એ એક ચુટકી સિંદૂરની કિંમતની અવેજીમાં તેના જીવતરમાં એકથી એક ચડિયાતા બલિદાન આપવા માટે લીધેલી જિદ્દની જદ્દોજ્હેદના આરોહ અવરોહ અને રહસ્યના તાણાવાણાથી ગૂંથાયેલી એક અનન્ય નવલકથા ‘એક ચુટકી સિંદૂર કી કિંમત’ વાંચવી રહી.
‘એક ચુટકી સિંદૂર કી કિંમત’ માં વિનિમયનું માધ્યમ શું હશે ?
પ્રેમ કે પૈસો ?
કોણ છે પ્રેમ પક્ષના કિરદારમાં ?
કોણ છે પૈસા પક્ષના કિરદારમાં ?
મિલિન્દ માધવાણી
વૃંદા સંઘવી
દેવલ રાણા
કેશવ કાપડિયા
કનકરાય માધવાણી
જશવંતલાલ ઠક્કર
શશાંક સંઘવી
વિદ્યા સંઘવી
વાસંતી માધવાણી
ચિત્રા દિવાન
ગોવિંદ
મિતાલી અને....
જગન રાણા
સૌ વાચકોના સ્નેહથી લખતો થયો છું. તે મુજબ વાર્તાને ન્યાય આપવાનો પ્રયાસ કર્યો છે.
ફરી નવી આશા
અને જૂના ડર સાથે નવલકથા રજુ કરું છું.. કેમ કે અંતે તો વાચક જ સર્વસ્વ છે.
‘એક ચુટકી સિંદૂર કી કિંમત’ ‘માતૃભારતી’ એપ પર
તારીખ ૧૪મી મે અખાત્રીજ... શુક્રવારથી દર સોમ-બુધ-શુક્ર રાબેતા મુજબ..
પ્રતિભાવ અને આશીર્વાદની અભિલાષા સાથે વિરમું...
આભાર..
વિજય રાવલ.