ભટકેલો માણસ છું , ભટકતા ભટકતા માતૃભારતી એપમાં આવી ગયો.લખવાનું ચાલુ કર્યુ.તેમાં વાંચકોનો સાથ મળી ગયો એટલે કલમ ચાલવા લાગી. કલમનો સાથ અને વાંચક નો સાથ પછી જોઇએ બીજું.બિન્દાસ્ત માણસ.

પ્રેમની વાતો તો એને પૂછો સાહેબ, જેને ઉંઘ આવતી હોય છતાં પણ આંખોમાં પાણી છાંટીને વાતો કરી હોય.

-Pandya Ravi

મારી આવક, મારું મકાન, મારી કાર, મારો વ્યવસાય, મારી જમીન, મારું ફાર્મ હાઉસ વગેરે. આ બધું સલામત છે, જ્યાં સુધી મારો દેશ સલામત છે. નહિતર દરેક વસ્તુના ધુમાડામાં ઉઠતા વાર નહીં લાગે. રશિયા - યુક્રેન યુદ્ધમાં આજે, 2 મિલીયન યુક્રેનિયન બધું પાછળ છોડી બીજા દેશોમાં શરણ લઈ રહ્યા છે. તેઓ નસીબદાર હતાં કે પાડોશી દેશો છે જે તેમને આશ્રય આપે છે. આપણું શુ થશે ? તમને લાગે છે કે આપણે ક્યાં જઇ શકિયે છીએ ? એક બાજુ પાકિસ્તાન, એક બાજુ બાંગ્લાદેશ, નીચે હિંદ મહાસાગર, ઉપર ચીન, દેશની અંદર અસંખ્ય ગદ્દારો ! યાદ રાખો તમને શરણ આપવા માટે બીજો કોઈ દેશ નથી. એટલા માટે સસ્તા પેટ્રોલ અને મફત રાશન , મફત વીજળી કરતા મજબૂત રાષ્ટ્રને પ્રાધાન્ય આપો. એક નિર્વિવાદ સત્ય.
સશક્ત રાષ્ટ્ર માટે રાષ્ટ્ર હિત માં 100% મતદાન કરો અને બીજા પાસે પણ‌ કરાવો.

Read More

#ભારતના_મહાન_વૈજ્ઞાનિક
#સી_વી_રામનને_વંદન ....⚘⚘

પ્રકાશના કિરણો કઇ રીતે કાર્ય કરે અને તે પૃથ્વી ઉપર કઇ રીતે આવે છે તે વિશે ઊંડું સંશોધન કરી લોકોને માહિતગાર કરનાર ભારતીય ભૌતિક શાસ્ત્રી સી.વી.રામન વિશે આજે વાત કરીશું.

સી.વી.રામનનું આખું નામ ચંદ્રશેખર વેંકટ રામન હતું.

સી.વી.રામનનો જન્મ ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા તમિળનાડુ રાજ્યનાં તિરુચિરાપલ્લી ખાતે હિંદુ, બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. એમની માતૃભાષા તમિળ છે. બાળપણમાં જ તેમના પરિવારને વિશાખાપટ્ટનમ, આંધ્રપ્રદેશ ખાતે રહેવા જવાનું થયું. તેમના પિતાજી ગણિત તથા ભૌતિકશાસ્ત્રના પ્રોફેસર હોવાને કારણે રામનને ભણવાનું યોગ્ય વાતાવરણ ઘરમાં જ મળી ગયું હતું. આ વિષયોના તેમના ઊંડા અભ્યાસે વોલ્ટેરની કોલેજમાં તેમને સ્થાન મેળવી આપ્યું. ખગોળશાસ્ત્રમાં પણ તેમને ઊંડો રસ હતો. પિતાના એ બુદ્ધિધનનો વારસો પુત્રને મળ્યો, અને પુત્રે એને સુંદર રીતે વિકસાવ્યો. તેમણે ખગોળશાસ્ત્રમાં પોતાનું ઊંડું યોગદાન આપી ઘણી શોધ કરી છે.

રામન પ્રેસિડન્સી કોલેજ, ચેન્નઈ ખાતે ઇ.સ. ૧૯૦૨ના વર્ષમાં દાખલ થયા, અને ઇ.સ. ૧૯૦૪ના વર્ષમાં એમણે સ્નાતકની પદવી મેળવી. જેમાં તેઓ પ્રથમ સ્થાન મેળવી ગોલ્ડ મેડલ મેળ્યો હતો. ઇ.સ. ૧૯૦૭ના વર્ષમાં તેમણે વિજ્ઞાનના અનુસ્નાતકની પદવી ૭૦%થી વધુ ગુણાંક સાથે મેળવી હતી. ત્યારબાદ તેમણે આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ જનરલ તરીકે ઇન્ડિયન ફયનાન્સ ડિપાર્ટમેન્ટમાં કોલકાતા ખાતે પોતાની કારકિર્દીની શરૂઆત કરી.

ડો. ચંદ્રશેખર વેંકટ રામને ઈ.સ. ૧૯૨૮ની ૨૮ ફેબ્રુઆરીના દિવસે પ્રકાશના પરાવર્તનની વિસ્મયકારક ઘટના નિહાળી. વિજ્ઞાન જગતમાં આ ઘટનાનો પ્રભાવ એટલો બધો પડયો કે સમગ્ર એશિયામાંથી ભૌતિકશાસ્ત્રમાં નોબલ પારિતોષિક સૌપ્રથમ તેમને એનાયત કરવામાં આવ્યું હતું. વિજ્ઞાનની આ સુવર્ણ ઘડીને બિરદાવતાં ૨૮મી ફેબ્રુઆરી “રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ” તરીકે ઉજવાય છે. ૨૮મી ફેબ્રુઆરીએ ડો. રામને તેમને નોબેલ પુરસ્કાર મેળવનારી શોધ ‘રામન ઇફેકટ’નો આવિષ્કાર કર્યો હતો. પ્રકાશના કિરણો કઈ રીતે કામ કરે છે તે વિશે તેમણે ઊંડું સંશોધન કયુંર્ હતું. જે પાછળથી ભૌતિક વિજ્ઞાન જગતમાં તેમના નામ ઉપરથી ‘રામન ઇફેકટ’ તરીકે ઓળખવામાં આવ્યું છે.

Read More

मुझे तेरा साथ
ज़िंदगी भर नहीं चाहिए, जब तक तू साथ है,
तब तक जिंदगी चाहिए।

-Pandya Ravi

ક્યારેય કલ્પી ન શકાય તેવી તમારી વિદાય અમારૂં કાળજું કંપાવી ગઈ.
🙏પરમાત્મા આપના પવિત્ર આત્માને શાંતિ આપે🙏
#shradhanjali

Read More

कभी कल्पना भी न कीजाए ऐसी आपकी
आश्चर्यजनक विदाई ने हमारा दिल देहलादिया।
💐ईश्वर आपकी दिव्य आत्मा को शांति दे💐
#shradhanjali

Read More

મોરબી ખાતે મચ્છુ નદી પર આવેલ ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટનાના સમાચાર સાંભળી દુઃખની લાગણી અનુભવું છું.

આ દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલ લોકો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રભુને પ્રાર્થના

Read More

મારા દુખ ના થય જાય લીરે લીરા,
જ્યારે તુ કહીં દે ખમ્મા મારાં વિરા.

🌷 ભાઈ દૂજ ની શુભેચ્છાઓ
#BhaiDooj