વાયરો પાંદડાને સ્પર્શ કરી જાય છે,
મન બેઉના મહેકીને ડોલી જાય છે,
સૂર છેડાય છે ત્યાં પ્રકૃતિ તણા,
દિલને હળવેથી ઝણકાવી જાય છે,
વાત જાણે છે શું? એ કોઈ પૂછો નહીં,
ડાળીઓ ઝૂલીને બસ હસી જાય છે,
ભેદ ખોલે છે કુદરત અનોખો અહીં,
પાંદડું હળવે છૂપી વાત કહી જાય છે,
પ્રેમ કોરો એ ત્યાં સજીવન થાય છે,
ક્ષણ એ ત્યાં આવીને થંભી જાય છે,
ઝાકળનુ બુંદ સાબીતી આપી જાય છે,
વાયરો પ્રેમનો સાથ નીભાવી જાય છે.
મનોજ નાવડીયા