ગુજરાત વંદના
લીલુડી એ ધરતી છે ને, હરિયાળી ચોમેર
નિત્ય વહેતી નદીઓ અને, વનશ્રી ચારેકોર
જય જય જય ગુર્જરી માત...
ઉત્તર માં અરવલ્લી કેરી, રૂડી ડુંગરમાળ
ત્યાં બિરાજે માં અંબા ને, બિરાજે શામળ
જય જય જય ગુર્જરી માત...
પાટણ કેરી પ્રભુતા ન્યારી, સિદ્ધપુર છે ત્યાંય
રૂદ્રમાળ ઉભો છે હજી,ત્વારીખ કહેતો ત્યાંય
જય જય જય ગુર્જરી માત....
પૂર્વ સરહદે વન અનેરું, દક્ષિણ માં લંબાય
મહીં, નર્મદા અને તાપી, વહી રહી છે ત્યાંય
જય જય જય ગુર્જરી માત...
આઝાદી ની લડત ચલાવી,મહાત્મા છે ગાંધી
સ્વાતંત્ર્ય ના લડવૈયા માં, જગાવી તી' આંધી
જય જય જય ગુર્જરી માત...
નમામી દેવી નર્મદા કાંઠે, ઉભા છે સરદાર
અખંડ ભારત ના શિલ્પીએ,ફેંક્યો તો પડકાર
જય જય જય ગુર્જરી માત...
માં ભારતી ની કમર પર,સોહે તીક્ષ્ણ કટારી ધીંગી સોરઠ ધરણી જાણે,એશિયાનીઅટારી
જય જય જય ગુર્જરી માત...
રત્નાકર તો પાય પખાળે, દાદા છે સોમનાથ
જ્યોતિર્લિંગ પ્રથમ છે,અને એ જગતનોનાથ
જય જય જય ગુર્જરી માત...
પશ્ચિમ કેરા કાંઠે બિરાજે,જય દ્વારકાધીશ
સઘળું જગત વંદી રહ્યું,એવા છે જગદીશ
જય જય જય ગુર્જરી માત...
વાદળ સાથે વાતો કરતો, ઉંચો ગઢ ગિરનાર
જ્યાં કેસરી વન માં ત્રાડે, નમણા નર ને નાર
જય જય જય ગુર્જરી માત...
ગીર કેરું વન અનેરું, આડબીડ વનરાઈ
જંગલ મધ્યે છે બિરાજે, ત્યાં માતા કનકાઈ
જય જય જય ગુર્જરી માત...
સંતો ના છે ધામ ઘણેરા, સદાવ્રત અખંડ
સત કેરી જગ્યા ઓ માં, નથી કોઈ પાખંડ
જય જય જય ગુર્જરી માત...
ધીંગી ધરતી કચ્છ ની, સતી તોરલ છે ત્યાંય
લૂંટારા ને ભગત કીધો, એવો ઇતિહાસ ત્યાંય
જય જય જય ગુર્જરી માત...
જ્યાં નરસિંહ ના પ્રભાતિયાં, ઘેર ઘેર ગવાય
વંદી રહ્યો "બકુલ" જો એના ગુણલા ગવાય
જય જય જય ગુર્જરી માત....
-બકુલ ની કલમે...✍️
ગુજરાત વંદના 🙏
01-05-2021
12.01