છે તારા માટે વધુ માન,
ને આપું તને હૈયે સ્થાન,
મળે તને હરદમ સુખ,
રહે મુખે કાયમ મુસ્કાન,
ચાહ રાખું છું બસ તારી,
કેમ કે તું છે મારી જાન,
પામું તને હર પ્રહર અમે,
વખત આવે તો થાવ કુરબાન,
દલદે રાખું છું બસ એક જ આસ,
જીવ જાય મારોને પુરા થાય અરમાન.
✍🏻~દુશ્મન
-mayur rathod