"તાપણા ના નામે આગ લગાવી હતી
આપણા જ આપણું સળગાવશે ક્યાં ખબર હતી
પ્રેમના નામે આલિંગન કર્યું હતું
પીઠ પર ખંજર મારશે ક્યાં ખબર હતી
ખજાના ના નામે કૂવામાં ઉતાર્યા હતા
ઉતારી ને દોરડું કાપશે ક્યાં ખબર હતી
પોતાના નેજ પારકા કરાવ્યા
પોતે પણ જતા રહેશે ક્યાં ખબર હતી
એક જ શબ્દ સમજી જતા હતા
હવે ગઝલ લખવી પડશે ક્યાં ખબર હતી"
અજ્ઞાત