જિંદગી નો સ્વાદ જે માણે તે જ જાણે
બાકી ચડતી પડતી તો આવ્યા જ કરે
દુઃખ પછી સુખ ની રફતાર ચાલ્યા કરે
ખુશી પછી ગમ લહેર આવ્યાં જ કરે
પરિશ્રમ ને આરામની ગતિ આવ્યાં કરે
સ્થિરતા માત્ર જડ વસ્તુ માં હોય
જિંદગી તો ઉછળતો દરિયો છે
રસ્તે આવતું બધું અપનાવીને આગળ વધવું
ત્યારે જ જિંદગીનો સ્વાદ લિજ્જતદાર બને
-Shree...Ripal Vyas