સાજન તમે સરકાર છો જતી કરો જીદ.
નજર એક નાંખી દયો ને પાંહરી* કરો પ્રીત.
અમે તો આંખો દેખી ને આવીયા.
અમને તમે નો કોઈ'દી બોલાવીયા.
વહમો વહમો વાયરોને રૂખી સુખી રીંહ.
સાજન તમે સરકાર છો જતી કરો જીદ.
નજર એક નાંખી દયો ને પાંહરી કરો પ્રીત.
કાયમ રાખો કુહાલડી,સ્મિત રાખો સરકાર.
અમે તમારે આંગણે દાજયા લેજો દરકાર.
મન અમારું મરી જશે ને ચોંટી જાહે ચિત્ત.
સાજન તમે સરકાર છો જતી કરો જીદ.
નજર એક નાંખી દયો ને પાંહરી કરો પ્રીત.
રંગબેરંગી આભલું ને સાત ભરેલા રંગ.
સાજન તમે આઠમો ઓઢી લીધો અંગ.
આતમ અમને ઓઢાડજો,ભલે અમે ભીંત.
સાજન તમે સરકાર છો જતી કરો જીદ.
નજર એક નાંખી દયો ને પાંહરી કરો પ્રીત.
'દેવ' તમને દેખીયા ને દોડી ને આવ્યા દેશ.
દૂદુંભી વાગે દેહમાં ને પ્રિતમ રોકે પ્રવેશ.
હોઠે હાટુ હેતની, પણ લૂંટાઈ ગયું છે વિત.
સાજન તમે સરકાર છો જતી કરો જીદ.
નજર એક નાંખી દયો ને પાંહરી કરો પ્રીત.
દેવાયત ભમ્મર:-✍️✍️
*પાંહરી=સીધી*
(તસ્વીર સૌજન્ય ફેસબૂકમાંથી ક્યાંક)