૧૪ ડીસેમ્બર
મિત્રતાના મિશાલ જેવા બે મિત્રોની એક તિથિ.
એકની જન્મતિથિ
એકની પુણ્યતિથિ
૧૪ ડીસેમ્બર
ધ ગ્રેટ શો મેનના નામથી મશહુર રાજકપૂરની જન્મતિથિ અને
હિન્દી ફિલ્મ જગતના એક અવ્વલ દરજ્જાના ગીતકાર શૈલેન્દ્રની પુણ્યતિથિ
આજે આપણે યાદ કરીએ એક સિક્કાના બે બાજુ જેવા આ બન્ને દિગ્જ્જોના બંધુત્વને.
૩૦ ઓગસ્ટ ૧૯૨૩, બિહારમાં દલિત પરિવારમાં જન્મેલા શૈલેન્દ્ર આગળ જઈને. મથુરા ત્યારબાદ રાવલપીંડી, પંજાબ ( હાલ પાકિસ્તાન ) થઈને અંતે કવિ જીવડાંએ વાટ પકડી મુંબઈની. ૧૯૭૪માં મુંબઈ આવીને કારકિર્દી શરુ કરી માટુંગા સ્થિત, રેલ્વે વર્કશોપમાં. સાથે સાથે ઉર્દુ અને હિન્દીમાં કવિતા પણ લખતાં.
એક મુશાયરામાં તેની રચના ‘જલતા હૈ પંજાબ ’નું કાવ્યપઠન કરતાં રાજકપૂરે તેમને સાંભળ્યા. રાજકપૂરે તેમની આ રચનાથી પ્રભાવિત થઈને તેમને તેમના આર.કે. બેનર હેઠળ બની રહેલી ફિલ્મ ‘આગ’ ( ૧૯૪૮) માટે આ રચનાના અધિકાર માંગ્યા. પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ પ્રત્યે શૈલેન્દ્રના એક અલગ દ્રષ્ટિકોણ અને અણગમા કારણે તેમણે આ ઓફર ઠુકરાવી દીધી.
પણ કુદરતને કંઇક ઔર જ મંજૂર હતું. થોડા સમય પછી શૈલેન્દ્રના પત્ની ગર્ભવતી હતાં અને એ સમયગાળા દરમિયાન શૈલેન્દ્રને નાણાભીડનો સામનો થતાં,
યાદ આવ્યાં રાજકપૂર.
એ સમયે રાજકપૂર ફિલ્મ ‘બરસાત’ (૧૯૪૯) નું નિર્માણ કરી રહ્યા હતાં. અને પાંચસો રૂપિયાના વળતમાં શૈલેન્દ્ર એ ફિલ્મ ‘બરસાત‘ માટે બે ગીતો લખી આપ્યા.
‘પતલી કમર હૈ.’ અને ‘બરસાત મેં.’ અને જોગાનુજોગ મહાન સંગીતકાર શંકર- જયકિશનની પણ આ પહેલી ફિલ્મ હતી.
અને આ રીતે આપણને મળ્યાં મહાન ગીતકાર.. શૈલેન્દ્ર.
અને એ પછી આવ્યું વર્ષ ૧૯૫૧નું.
જે ફિલ્મ અને ગીતથી વિશ્વભરમાં રાજકપૂર, શૈલેન્દ્ર હિન્દી ફિલ્મ જગતની ઓળખ બની ગયાં
એ ફિલ્મ હતી ‘આવારા’ (૧૯૫૧) અને ગીત હતું ‘આવારા હૂં.....’
ફરી આર.કે બેનરની એક માઈલસ્ટોન મુવીમાં એક અવિસ્મરણીય ગીત લખ્યું શૈલેન્દ્ર એ. ફિલ્મ ‘શ્રી ૪૨૦’ (૧૯૫૫) ગીત હતું..
‘પ્યાર હુઆ ઈકરાર હુઆ હૈ...’
શંકર-જયકિશન સિવાય શૈલેન્દ્રએ
સલિલ ચૌધરી (મધુમતી )
સચિન દેવ બર્મન (ગાઈડ, બંદિની, અને કાલા બાઝાર)
પંડિત રવિશંકર (અનુરાધા)
બિમલ રોય (દો બીઘા ઝમીન )
જેવી અસંખ્ય ફિલ્માં શૈલેન્દ્રએ ખુજ હ્રદય સ્પર્શી ગીતો આપણને આપ્યાં.
વર્ષ ૧૯૬૬માં શૈલેન્દ્રએ નિર્માતા તરીકે ડાયરેકટર બસુ ભટ્ટાચાર્યના નિર્દેશનમાં ફણીશ્વરનાથ રેણુ લિખિત ટૂંકી વાર્તા ‘મારે ગયે ગુલફામ’ પર આધારિત
“તીસરી કસમ’ શીર્ષક હેઠળ એક ફિલ્મનું નિર્માણ કર્યું. પણ સંજોગોવસાતએ સમયગાળા દરમિયાન ફિલ્મની સ્ટારકાસ્ટ વચ્ચે ડેટના ઇસ્યુને લઈને ખાસ્સી એવી ગુંચવણ અને હદ બહારના મનદુઃખ ઊભા થતાં પરિસ્થિતિ એ હદ સુધી વણસી કે વર્ષોના ગાઢ સંબંધમાં કડવાશ આવી ગઈ. અને એ આઘાત શૈલેન્દ્ર જીરવી ન શકયા. સૌથી સંબંધો તોડીને શૈલેન્દ્ર એકાંત જીવન વ્યથિત કરવાં લાગ્યા.
ફિલ્મ ‘તીસરી કસમ’ નું શૈલેન્દ્ર લિખિત ગીતના શબ્દો તેમના અંતિમ દિવસોના ગમગીન જીવન સાથે કેટલું સંગીન અને બંધબેસતું છે, તે પણ એક યોગાનુયોગ છે..
‘સજનવા બૈરી હો ગયે હમાર..
ચિઠિયા હો તો હર કોઈ બાંચે
ભાગ ન બાંચે કોઈ..
કરમવા બૈરી હો ગયે હમાર...’
શ્રેષ્ઠ ગીતકાર તરીકે શૈલેન્દ્ર ત્રણ ફિલ્મો માટે ફિલ્મફેર એવોર્ડ મેળવી ચુક્યા છે.
૧૯૬૯- બ્રહ્મચારી
૧૯૬૦- અનારી
૧૯૫૯- યહૂદી
અને વર્ષ ૧૯૬૬ તેમની નિર્માતા તરીકે આવેલી ફિલ્મ ‘તીસરી કસમ’ ને બેસ્ટ ફ્યુચર ફિલ્મનો નેશનલ એવોર્ડ પણ હાંસિલ કર્યો.
૩૦ ઓગસ્ટ ૧૯૨૩- ૧૪ ડીસેમ્બર ૧૯૬૬ માત્ર ૪૩ વર્ષની ટૂંકી જિંદગી અને ૧૬ વર્ષની કારકિર્દીમાં (૧૯૪૯-૧૯૬૬) ૧૩૪ ફિલ્મોમાં ૮૦૦ થી વધુ એક એકથી ઉત્તમ ગીતો લખીને શૈલેન્દ્ર આજે વર્ષો પછી પણ ગીત-સંગીતના કરોડો ચાહકોના દિલોમાં હ્રદયસ્થ છે.
-વિજય રાવલ
૧૪/૧૨/૨૦૨૦