https://www.matrubharti.com/shaileshjoshi0106gma
લોઢું - બિલકુલ લાલ-ચોળ થઈને પણ ફટકા નહીં ખમે ત્યાં સુધી એને આકાર કે ધાર મળવી મુશ્કેલ છે.
પથ્થર - જયાં સુધી, સમુહમાંથી ટુકડા થઈ છૂટો નહીં પડે, ધારદાર છીણી દ્રારા હથોડાના ઘા નહીં ખમે ત્યાં સુધી એને પણ સુંદર આકાર નહીં મળે.
સોનુ - યોગ્ય તાપમા સેકાયા સીવાય, નાના-નાના પણ અસંખ્ય ઘા ખમ્યા સીવાય એની સુંદરતા તેમજ મૂલ્ય નહીં સમજાય.
મેલા કપડા - પુરેપૂરા ભીંજાઈ, ધોકાના ફટકા કે વમળની જેમ ગોળ-ગોળ ચકરાવે ચડી, છેલ્લે નીચોવાયા સીવાય સ્વછ થવુ મુશ્કિલ છે.
દૂધ - ઉભરો ન આવે ત્યાં સુધી, અંદરનેઅંદર બરાબર ઉકડ્યા સીવાય મલાઈ બનવી અસકય છે.
"આપણા મન, હદય અને વિચારોનું પણ આવુજ કંઈક છે"