જીવનપંથ પર મિત્રો અનેક રાખજો, અજાણ્યા મળે તો પણ મીઠો આવકારો આપજો,
ખુલ્લું આકાશ સરીખો સ્વભાવ તમારો રાખજો, પંખી, પ્રાણી નેં પંથીને દિલથી આશરો આપજો,
મોટા દે કદી કોઈ ઠપકા નાં વેણ તો હૈયું નરમ રાખજો, સ્વમાનની ભૂખ તેમને, તો અંતરથી માન આપજો,
જીવન જીવો તો દિલની ખુશીઓને ધ્યાનમાં રાખજો, પોતાના હરખ સાથે જ અન્યની ખુશીને માન આપજો.
Parmar Mayur