અનાયાસે થઈ ગયેલી એ પહેલી મુલાકાત વાતાવરણ માં કેટલી હરિયાળી હતી! તારી છવાયેલી વાતોમાં એ રાત કેટલી સુંવાળી હતી!
વાદળો નો એ ગડગડાટ અને વીજળી નો એ કડકડાટ, એ રાત કેટલી ડરામણી હતી!
છતાં તારી છવાયેલી વાતોમાં એ રાત કેટલી સુંવાળી હતી!
રમણીય દ્રશ્યો અને સાથે તું , એ રાત કેટલી અજવાળી હતી!
તારી છવાયેલી વાતોમાં એ રાત કેટલી સુંવાળી હતી!
પ્રેમનો એ વરસાદ અને વ્હાલ નો એ આસ્વાદ, એ રાત કેવી મતવાલી હતી!
તારી છવાયેલી વાતોમાં એ રાત કેટલી સુંવાળી હતી!
ના સ્પર્શ હતો આપણો બસ વિશ્વાસ હતો એ આપણો, એ રાત કેવી રૂપાળી હતી!
તારી છવાયેલી વાતોમાં એ રાત કેટલી સુંવાળી હતી!
તારી અને મારી વાતોનો સરવાળો અને ચિંતાઓ ની બાદબાકી, એ રાત કેવી નીરાળી હતી!
તારી છવાયેલી વાતોમાં એ રાત કેટલી સુંવાળી હતી!
- કેયુર શાહ