એક ઉંમર પછી કાંઈ ઓશિકા ના ભીંજાય
સ્હેજ આંખ ભીની થાય એને રડવું કેહવાય
કાંઈક પાલવ નો છેડો કે બુશર્ટ નો કોલર
એમ હળવે થી લુછાય એને રડવું કેહવાય
પાંપણ જો કોની એમજ ઢળતી જાય
યાદ આવે જો એની એને રડવું કહેવાય
ન નદીયું ભરાય ન દરિયા એ થાય
ભલે ટપકે ન આંખો એને રડવું કહેવાય
ન ઢગલો લખાય ન જાજુંય બોલાય
થોડો સાદ જો દબાય એને રડવું કહેવાય
એક ઉંમર પછી કાંઈ ઓશિકા ન ભીંજાય
સ્હેજ આંખ ભીની થાય એને રડવું કહેવાય
ડૉ.રામ સોંદરવા