ચાલ ને જરા,
આ હાથ મારો પકડી,
મને ચાંદની સેર કરાવ જરા..
ચાલ ને જરા,
આ છાતી પર તારી માથું ટેકવી,
મને ધડકન તારી સંભળાવ જરા..
ચાલ ને જરા,
તારા જાદુભર્યા શબ્દો રચી,
મને ગીત કોઈ સંભળાવ જરા..
ચાલ ને જરા,
તારા પ્રેમરૂપી સ્પર્શથી,
મને દુનિયા ભૂલાવ જરા..
******************
Dhruti Mehta (અસમંજસ)