કોર્પોરેટ હરીફે રોજગાર સ્પર્ધામાં ભાગ લીધો,
રોજગાર હારી, હવે કોને રહી જીતની ઉતાવળ
દિવસ ઉગેને શરૂઆત થાય મારી, મારી આગળ
રહે આખો દિવસ ઓફિસમાં ઈમેઈલને કાગળ
માણસ, માણસને નીચો દેખાડે હોદ્દાની ચાહમાં
ખુદને સાબિત કરવા તે ઉતરે છે રોજ મેદાનમાં
તે કેવો? તે શું કરે? ઉચ્ચહોદ્દે નથી કોઈને ભાન
હું કરું, હું કંઇક છું તેવું જ ચાલે મિથ્યાભિમાન
કોકને ઘરે અંધકાર કરી પોતે દિવાળી કરવી છે
પછી મંદિરે દીવો ધરી, તેને ઈશ્વરને દાન કરવું છે
તે ટાઈમટેબલને અનુસરે કે ટેબલનો ટાઈમ તેને
ક્યારેક તો માણસની જગ્યા રાખ પોતાના દિલે
આડુઅવળું કરી, કંપનીનું બોલાવ્યું ભોપાળું
હવે કોસ્ટકટિંગને નામે નાના કર્મીનું કર્યું મિંડાડું
તે સારા કર્મ કર્યા હોતતો તારો ઇતિહાસ થાત
બાકી તું ધારત તો રાખ થઈને રળિયાત થાત
#આડુઅવળું