આજ
વૈભવ અને વૈશાલી તેના પુત્ર ને સારા સંસ્કાર મળે એટલે સમજાવતા હતા,
કે જો બેટા વિનય આપણે હમેશાં સારા કામ કરવા જોઈએ
હમેશાં સાચું બોલવું જોઇએ.
ભુલ થી પણ ક્યારેય #ખોટું ન બોલવું કે ન #ખોટું કરવું જોઈએ.
એટલામાં ફોન ની રીંગ વાગે છે,
વૈશાલી ફોન રિસીવ કરવા ઉભી થાય છે ત્યાં વૈભવે કહ્યું, જો વૈશાલી ઓફિસ થી ફોન હોય તો કહી દે જે કે હું ઘરે નથી. કામ થી બહાર ગયો છું ને આવવામાં મોડું થશે, ઓકે
વૈશાલી બોલી...એ સારૂ
આ સાંભળી ને વિનય, વૈભવ અને વૈશાલી સામે અનિમેષ નજરે જોઇ રહ્યો.
... ✍️ વિ.મો.સોલંકી "વિએમ"
#ખોટું