આપે તું મને એક મોઘમ ઈશારો, તો ગઝલ લખું,
ઈબાદત-એ-ઈશ્કનો આપે ઈજારો, તો ગઝલ લખું.
અગનનો પરિચય આપે તિખારો, તો ગઝલ લખું,
ડૂબું મધદરિયેને આપે જીવ કિનારો, તો ગઝલ લખું.
આંખોને તારી નજરનો આપે નજારો, તો ગઝલ લખું,
ક્ષણ માટે જીવંત જણ આપે મજાનો, તો ગઝલ લખું.
મોતને સંભારણાનું નામ આપે જિંદગી, તો ગઝલ લખું,
છેલ્લાં શ્વાસ પ્રેમની કરવાં આપે બંદગી, તો ગઝલ લખું.
ખર્યા દર્દના દખનો ચિતાર આપે સિતારો, તો ગઝલ લખું,
“વિજય” વિષયને વિરામ આપે વિચારો, તો ગઝલ લખું.
#Kavydrishty
-વિજય રાવલ