લાગે છે હવે અભરખાને અખતરાનું માધ્યમ બની ગયો,
લ્યો માનતા, હવે તો ઘરમાં જ બકરો બલિનો મળી ગયો,
દર્દના શબ્દોની તરસને જાણે મૌન પીવડાવી ગળી ગયો,
હશે આદી યા પેધી ગયેલી જૂની પીડા એટલે જ છળી ગયો
વટ પાડવા નકલી નોટ જેવો કડકડતો માણસ મળી ગયો,
સ્પેરવ્હીલ,સંકટ સમયની સાંકળ માફક અવેજીમાં રહી ગયો.
ઠોકરે ઉછળેલો પત્થર આજે એક માઈલ સ્ટોન બની ગયો,
પરાકાષ્ઠા એ ઘસાઈ ને જાત બતાવી તો આગ થઇ ગયો.
તૂટવાની જીદે એક આઈનો પત્થરને તૂટીને પ્રેમ કરી ગયો,
સિંદુરી સાંજે સમજી દેવ કોઈ,શ્રીફળ “વિજય” નું વધેરી ગયો.
#Kavydrishy
વિજય રાવલ.