બહુ થયું, ચાલને હવે
ઓળા આ ઓપચારિકતાના ઉતારીએ
ને વર્તમાનની વાસ્તવિકતાને વરીએ
ભ્રમ ભાંગે એ પહેલા,પડદો પ્રતિક્ષા પર પાડીએ
પ્રસ્તાવનાથી પતે તો, વાત આખી માંડી વાળીએ
બહુ થયું, ચાલને હવે.........
ફર્યા સમયે, ફર્યા કિસ્મતના લેખાં-જોખાં
ફરી નજર, તો રહ્યા નીસ્બતે ફરેબ-ધોખા
રહેશે પાવનના પર્યાય, છો જુદા કંકુ ચોખા
અષાઢી બીજ કે રમજાનના ચાંદ ક્યાં છે નોખા
બહુ થયું, ચાલને હવે...........
ઉતારીને કે ઉધારીને કરીશું ઋણની આપ લે આપણે
ભાગીદાર છે, અરમાનોની થઇ જે ભસ્મ હુંફાળા તાપણે
અશ્રું, અનિન્દ્રા ઈન્તેજાર કેટલું લખ્યું વિધાતાએ પાંપણે
રહેવા દો મારું અસ્તિત્વ, દિલને જોડી હાથ કહ્યું પાષાણે.
બહુ થયું, ચાલને હવે.
#kavydrishty
વિજય રાવલ