જીવ દેહને ત્યાગી દેશે,
ત્યારે દેહ શાંતિપૂર્ણ સૂતો હશે,
તે તમારી જાણમાં.
નશ્વરદેહ માટે નથી ,
કોઈ પારકું કે પોતાનું,
આ મારું કે આ તારું,
આ તો જીવે રાખ્યા હતા ,
સંબંધો બધા બાનમાં,
નશ્વર દેહ માટે નથી ,
કોઈ અમીર કે ગરીબ,
નથી કોઈ નાનું કે મોટું,
આતો ભેદભાવ બધા,
જીવે રાખ્યા હતા બાનમાં,
નશ્વર દેહ બનવાની,
રાહ ન જુઓ,
શાંતિપૂર્ણ જીવન જીવવા માટે,
ક્રોધી અને અહંકારી જીવને જ,
રાખો તમારી બાનમાં.
# શાંતિપૂર્ણ