Quotes by man patel in Bitesapp read free

man patel

man patel

@manpatel5721


સાચું બોલનારને જૂઠની ખબર ના હોય તેવું બને,
પરંતું ખોટું બોલનારને સત્યની ૧૦૦ % ખબર હોય છે.

જય શ્રી કૃષ્ણ

કોઈની ખુશી માટે આપણે નિમિત્ત બની
જઈએ એના જેવું કોઈ શ્રેષ્ઠ કર્મ નથી.

જય શ્રી કૃષ્ણ

શ્રી કૃષ્ણ કહે છે........
આ સંસાર મા ક્યારે કોઇ જગ્યા અથવા કોઇ વ્યક્તિથી તમારો મોહ ઉઠી જશે એ તમને પણ નહિ ખબર પડે અને તમને છોડી જતી રહેશે પછી એ કોઇ સબંધ હોય અથવા શ્વાસ હોય.....
દુનિયા મા જેટલી વસ્તુ અથવા માણસ પ્રત્યે તમારો મોહ છે એ બધી મારી માયા છે.... એતો ઠીક માણસ ની જોડે જે ઘટના થાય છે એની જવાબદારી પણ હું સ્વયં નથી લેતો.... એમાં પણ હું કોઇ વ્યક્તિ વિશેષ કે કોઈપણ ને નિમિત્ત બનાવું છુ અને પછી એજ વ્યક્તિ કે કોઈપણ  તમારી જોડે એ બધું કરાવી લેશે જે બધું પેહલા થી જ નક્કી છે
માટે જિંદગી જીવવા આપી છે તો જીવો અને બાકી બધું મારા પર છોડી દયો.....

!! જય શ્રી કૃષ્ણ !!

Read More

!! સત્ય !!
એવું ક્યારેય ના માનવું.... જેના પક્ષ માં વધારે લોકો હોય એ સાચું હોય... કારણકે દુર્યોધન ના પક્ષ મા નેવું ટકા લોકો હતા પણ સાચું કોણ હતુ ખબર છે ને પાંડવો સાચા હતા મતલબ જ્યારે તમે સાચા હોવ તો ભલે ને સામે જૂઠા ની ફોઝ હોય ઈશ્વર તમારો સાથ આપેશે માટે કોઇ દીવસ ડરવું નહીં અને સત્ય નો સાથ છોડવો નહિ

!! જય શ્રી કૃષ્ણ !!

Read More

જે ક્ષણે આપણું મન બીજા માટે સારું વિચારવા લાગે છે.

તે જ ક્ષણથી આપણા જીવનમાં શાંતિ ની શરૂઆત થાય છે.

જય શ્રી કૃષ્ણ

Read More

જો ત્રણ સેકંડ હસવા થી ફોટો સરસ આવતો હોય તો વિચારો હંમેશા હસતા રહેવાથી જીંદગી કેટલી સરસ લાગે

હંમેશા હસતા રહો....

જય શ્રી કૃષ્ણ

Read More

૧ લી મે ગુજરાત સ્થાપના દિવસ

કૃષ્ણની દ્વારિકા ને..
સાચવીને બેઠેલું જળ છું..
હું નરસિંહ ના પ્રભાતિયાથી
પરિતૃપ્ત પ્રભાત છું..
વેપાર છું વિસ્તાર છું  વિખ્યાત છું
હા..હું ગુજરાત છું !

મેં સાચવ્યા છે
ડાયનાસોર ના અવશેષ
મારી પાસે છે
અશોકનો શીલાલેખ..
ધોળાવીરા નો માનવલેખ
સોમનાથ નો અસ્મિતા લેખ
હું ઉત્તર માં સાક્ષાત અંબા માત છું
હા..હું ગુજરાત છું!

હું નર્મદનું ગાન છું
સયાજીરાવ નું ઉદ્યાન છું
સિધ્ધહેમનું જ્ઞાન છું.
તાપી નામે સરિતા છું..
અણહિલવાડનો ઇતિહાસ છું
હા..હું ગુજરાત છું...!

હું ખળખળ વહું છું નર્મદાઘાટે
નેખળભળું છું..
ચોરવાડ ના ફીણમોજાંની સંગાથે..
કચ્છનું રણ એ મારું આવરણ છે
હું અરવલ્લીની અલ્લડ લ્હેરખી છું
કાળિયાઠાકરના મુગટનું ઝવેરાત છું.
હા...હું ગુજરાત છું..!

હું સાબરમતીથી ખ્યાત છું..
મોહન નો મોહપાશ છું
સરદારની મક્કમતા છું
નક્કર છું...નાજુક છું..ને નેક છું
ઇન્દુચાચાની મોંઘેરી મિરાત છું
હા.. હું ગુજરાત છું !

સેવા સખાવત અને સદભાવ છું
હું વિરપુરની ખીચડીનો સ્વાદ છું
મુનશીના ગદ્યની મોહિની છું
મેઘાણી..પન્નાલાલ ની લેખિની છું..
હું ભાતીગળ મ્હોલાત છું..
હા...હું ગુજરાત છું..!!

ગુજરાત સ્થાપના દિવસની શુભેચ્છાઓ

Read More

"જ્ઞાન" એટલે આપણે શું કરી શકીએ એનું ભાન અને
"ભાન" એટલે ક્યારે શું ન કરવું જોઈએ એનું જ્ઞાન...!!

જય શ્રી કૃષ્ણ

જીવનનો સૌથી સુંદર અને આસાન નિયમ
જે તમારી સાથે થવું ન જોઈએ
એ તમે બીજા સાથે ના કરો...

જય શ્રી કૃષ્ણ

બાળકોને ઉડવા માટે આકાશ આપો,
પણ સાંજ પડે એટલે પાછા માળામાં
ફરવાની સમજણ ખાસ આપો

જય શ્રી કૃષ્ણ