સરોવરની પાળ.
મેઘધનુષી સાંજ.
સ્મશાનવત શાંતિ.
પ્રિયતમાનો સાથ.
મસ્તીભરી આંખો.
હવે આથી વધુ માંગવુ શું?
હવે વધુ ચાહવું શું?
આથી સારી જન્નત શું?
આથી મોટી મન્નત શું?
કરી લઈશ બે ચાર વાતો.
રાખી લઈશ હૃદયમાં અમુક યાદો.
જમા પડી છે કેટલીય હસીન રાતો.
જન્મોજન્મનો બાંધી લઈશ નાતો.
શિવ અને શક્તિ બંનેનો છે આ ઈરાદો.
-જતીન પટેલ (શિવાય)