મેધ ના ગરજા.ને મોરના ટવકા.
કોઈ મને તો પુછો કે,
શું કરે ઓ મનવા?
આદર ના રોણા. ને પાણીના પોળા.
કોઈ રાત ને તો પુછો કે,
શું ડરાવે સોણા?
છાંટા પડે કાગળ. ને મન ભરે ફાગણ.
કોઈ પવન ને તો પુછો કે,
શું કરે છે ફતવા?
આંખ અજાણી કાજળ.ને ઝરમર રચે ઝાકળ.
કોઈ અશ્રુ ને તો પુછો કે,
શું પડે છે અમથા?
તુ જુવે નહીં આ લાગણી. ને સમજવા મથે અભાગણી.
કોઈ કુમકુમ ને તો પુછો કે,
બસ! ભાલ સોહાવે માતર?!
sayra...🍁
ગરજા= વાદળનુ ગરજવુ
ટવકા= ટહુકા
મનના= માણસ
રોણા= રડવું
પોળા= પાણીના પરપોટા
સોણા= સપના
ફતવા= ફજેતી
સોહાવે= સજાવે
માતર= માત્ર