ઝરમર વરસતા મેહુલા સાથે મંદ પવનનો સાથ છે,
લીલી વનરાઈ અને ખુલ્લી વાડી વચ્ચે બે જણનો સાથ છે,
વરસતા વરસાદ નીચે હાથોમાં હાથ છે,
નીચે ભીની માટીનો સ્પર્શ કંઈક ખાસ છે,
ઝૂમી રહ્યો છે પાક અને મોરનો ટહુકાર છે,
પ્રીતમનો હસતો ચહેરો જાણે મેઘધનુષ શાક્ષાત છે,
સમાવી રહી છું ખુદમાં 'દ્રષ્ટિ' આ પળ બહુ ખાસ છે,
દૂર ધરા અને નભનું મિલન અપરંપાર છે....
#દ્રષ્ટિ ..