Prem_222:
શું અમારા વિવેક ની તમને ખબર નથી...
વિવેકી અને વિનોદી સ્વભાવે જ અમને પસંદ કર્યા હતા,
ને આજે તમે અમારા વિનોદ ની ફરિયાદ કરો છો,
શું અમારા વિવેક ની તમને ખબર નથી...
કાલ કહેતા હતા કે વડીલો પ્રત્યેનો સ્વાભાવ બહું સારો છે,
ને આજે માં બાપ સાથેના વિવેકની ફરિયાદ કરો છો,
શું અમારા વિવેક ની તમને ખબર નથી...
સમય નથી આપતા કહેતા ફરતાને કહેતા બહુ કામ કરે છે,
ને આજે પ્રેમ આપીએ તો વિનોદ ની ફરિયાદ કરો છો,
શું અમારા વિવેક ની તમને ખબર નથી...
હજું એક ચ્હા મંગાવી ને સાથે રહેવાનું બહાનું બનાવે છે,
આ મસ્તીનો સન્ડે ફન ડે છે તો ઝગડાની ફરિયાદ કરો છો,
શું અમારા વિવેક ની તમને ખબર નથી...
મહિનાના એન્ડીંગમાં પણ તેનું પસંદગીનું મૂવી બતાવે છે,
વધારાની ખરીદીમા આનાકાની કરવાની ફરિયાદ કરો છો,
શું અમારા વિવેક ની તમને ખબર નથી...
બાળકોના નામે માલ મિલ્કત કરવાની ફરજ પુરી પાડે છે,
લગ્ન એનિવર્સરીમાં સાળી ના આપવાની ફરિયાદ કરો છો,
શું અમારા વિવેક ની તમને ખબર નથી...
રાત-દિવસ એક કરીને બાળકોની જરૂરીયાતો પુરી પાડે છે,
આજે જાત્રા કરવા કઈ વધ્યું નથી એની ફરિયાદ કરો છો,
શું અમારા વિવેક ની તમને ખબર નથી...
#વિવેકી