#વિવેકી
તન તો ઠીક, પણ એનું મન સુંદર લાગ્યું ;
કપડાં તો સાદા જ હતા, ચરિત્ર અનોખું જાણ્યું.
બહુ મોટો બંગલો તો નહોતો એની પાસે રહેવા,
પણ હું સન્માનથી રહી શકુ એવી જગ્યા દેખાણી એના
દિલમા.
ડીગ્રીઓના સર્ટિફિકેટ તો એમની પાસે નહોતા માંગ્યા;
પણ એમના શિષ્ટાચારથી એ ખૂબ જ શિક્ષિત લાગ્યા.
ઈંગ્લિશ બોલતાં તો નહોતું આવડતું એમને,
પણ ભાષાથી ઘણાં 'વિવેકી' લાગ્યાં.
'તું' નહી 'તમે' કહીને મને સંબોધિત કરી,
જેની મે જીવનસાથી તરીકે પસંદગી કરી...!!