જે રાત દિવસ ધબકતું હતુ, મારે એ ભારત ને હસતા જોવું છે,
જયાં હર એક તહેવાર નો ઉત્સવ ઊજવાતો એ ઉત્સવ ને મારે ફરી વતૅમાન માં જોવું છે, હા, મારે એ ભારત ને હસતા જોવું છે
ધમૅ ના ભાગે મારે હજુ એ એકતા જોવી છે હા,
મારે ભારત ને હસતા જોવું છે
ભૂતકાળ ને વાગોળી, વતૅમાન ને સુધારી , ભવિષ્ય ના ભારત ને આગળ વધતા જોવું છે
હા, મારે ભારત ને હસતા જોવું છે
ઘણી વિડંબણાઓ આવી છે આ કપરા કાળ માં, એને હરાવી ને મારા સપના નું ભારત જોવું છે ..હા, મારે ભારત ને હસતા જોવું છે
મંદિર ની એ ઘંટડી ને, મસ્જિદ ની એ અજાન ને લોકો સાથે સંકળાયેલ જોવું છે, હા,મારે એ ભારત ને હસતા જોવુ છે
Megha