જીવવું હોય જો તમારે તો
માસ્ક વગર નીકળવું નહીં ચાલે
મળો જ્યારે કોઇને તો નમન કરજો
પણ, હાથ મિલાવવું નહીં ચાલે
સાથ રહેવું હોય મિત્રો સાથે
ઘણા જણાં ભેગા થવું નહીં ચાલે
હાથ ધોજો સાબુથી
ખાલી પાણી થી ધોયે નહીં ચાલે
દેશ ને આગળ લાવવો હોય તો
બેદરકારી દાખવવી હવે નહીં ચાલે
હવે આવું નહીં ચાલે
... ✍️ વિ.મો.સોલંકી"વિએમ"