પ્રેમનો સાક્ષાત્કાર મે જોયો છે,
મારી ધર્મ પત્ની, ૧૬ વર્ષે અમારા લગ્ન થયેલ, આ પહેલા અમે ક્યારેય એક બીજાને મળ્યા તો શું જોયા પણ ન હતા,
પરંતું એનો પ્રેમ..
મને દુઃખી જોઈ એ દુઃખી, મને તકલીફ માં જોઈ એ મુજાય, મને ઉદાસ જોઈ ન શકે, થોડી શું અંગ પીડા હોય ,એ ઉભી સુકાય,
આ જગતમાં કોણ પતીના પગ દાબે છે? મે ઘણીવાર નોંધ્યું છે, હું નીંદર લઈ ને જાગું તો પણ એ મારા પગદબાવતી હોય , એ નીંદરમાં હોય તો પણ, મારે કેવું પડે અરે તું સુઈ ન જાય હજી જાગે છે, નીંદરમાં છે તોપણ હજુ પગ દાબે છે, મારી એટલી ચીંતા કે જીવનમાં ક્યારેય મને એકલો રેવા નથી દીધો,
એને મન શુખ કેવું દુઃખ કેવું? મારા શુખે શુખી ,મારા દુઃખે દુખી,
તું કહીને બોલાવાની વાત છોડો, નામ કહીને પણ ક્યારેય મને બોલાવ્યો નથી,
વાર તહેવારે પગે લાગવું, પતી પરમેશ્વર,
મારા ગુરુ ભગવાન પતી બધું તમે છો.
શુખ દુઃખ માં ભેગી,
કોઈ વખત ભીડ આવી હશે તો એણે કહ્યું હશે લો મારા દાગીના (ઘરેણાં) વેચી નાખો કે ગીરવે મુકી દો, તમે ચીંતા ના કરો પછી ફરી ક્યાં નહીં લેવાય,
મારા પર સંકટ આવ્યું હશે તો રણચંડી નું રૂપ ધરી આગળ ઉભી રહી હશે.
એને મન સ્વર્ગ આ ઘર , વીના કામે ઘરનો ઉંબરો ઓળંગી ઘરની બહાર નહી જવાનું, ખોટા ખર્ચા બીલકુલ નહીં કરવાના,
તીજોરીની ચાવીજ નહીં,આખા ઘરની જવાબદારી એના હાથે એ સંભાળે પણ એક ખોટો ખર્ચ કયારેય નહીં,
પીયર જાયે કહું રહેજે ચાર પાંચ દિવસ તો બીજા દીવસે ફોન આવે ,મને રાત્રે નીંદર નથી આવતી આંખો ખુલી ખુલી રહે તમારી ચીંતા થાય મને લેવા આવો,
ઘરે જો ના હોઉં બહાર ગામ હોઉ તો ધરે ન આવું ત્યાં લગી ઉંધે નહીં,
કામથી બહાર જાઉં મોડું થાય તો ફોન આવે હજુ કેમ મોડું થયું,
હું બીમાર થાઉં તો એ રડવા લાગે,
નીંદરમાં એક ટેહકો( પીડા નો ઉદગાર) કરૂં તો ભર નીંદર માંથી જાગી જાય.. શું થયું તમને પગ કળે છે..અને પગ દબાવવા બેશી જાય..
એની જગ્યાએ કોઈ બીજું મજાકમાં વાત કરીએ તો રીસાઈ જાય..
એક વાર મારા એક્સીડન્ટ ના સમાચાર એને મળ્યા એ સમયે બે ભાન બની ગયેલ..
આને શું કહેવાય? આનાથી બીજું પ્રેમ ત્યાગનું ઉદાહરણ કેવું