તારી પાંપણો મિંચાવાનું બંધ કર,
જીવંત રાખ જીવ ને શ્વાસ ચાલુ કર.....
સ્વપ્નોના સોદા કરવાનું બંધ કર,
સત્યને ઓઝલ કરવાનું બંધ કર....
શબ્દો થકી મારુ સ્મરણ કર,
પુસ્તકો વાંચી મારુ રટણ કર....
જખ્મો પર મીઠુ ભભરાવાનું બંધ કર,
દર્દ આપીને દિલ જીતવાનું બંધ કર....
વિહંગ બની મુક્ત ગગનમાં ઉડી રહ્યો છું,
પતંગની દોર બની મારા પંખ કાપવાનું બંધ કર...
#પ્રેમ
#લાગણી
#સંવેદના
#પતંગ