વેહતુ ઝરણું જોતા દિલમાં બવાલ થઈ ગઈ,
હૈયાની ભીતરે ધમધોકાર ધમાલ થઈ ગઈ.
પ્રકૃતિના ખોળે આવતા આશિષની વર્ષા થઇ ગઇ,
વાદળાં ઘેરાતા ધરતીએ આનંદીની હર્ષા થઈ ગઈ.
પાનખર ઋતુએ ખરતે પાંદડે પ્રેમની જંખના થઈ ગઈ,
પવનના વિંટોળે આશિકોને મિલનની તમન્ના થઈ ગઈ.
તાંતણાના તારે અઢળક લાગણી જુલતી થઈ ગઈ,
એક મોરપીંછના તણખે સોળે કળા ઢળતી થઈ ગઈ.
ચમકતાં ચાંદના પૂનમે રંગીન સ્વપ્નની રાત થઈ ગઈ,
શ્વાસે શ્વાસે દિલના ધબકારાની વાત થઈ ગઈ.
#આનંદી