#આનંદી
મળે જો વ્હાલા મિત્રોની ભાઇબંધી
તો લાગે હર એક પળ આનંદી
રમતા જમતા સાથે ફરતા
કરતા તોફાનમાં પણ જુગલબંદી
મીઠી યાદોને વાગોળી ને આજે પણ મોજ
ઝંખે છે એ નિર્દોષ સ્નેહની ક્ષણોને મન રોજ
ફરી એકવાર પાછું મળે એ બાળપણ
એ પાક્કી મૈત્રી અને સ્નેહનાં સગપણ
મળે જો વ્હાલા મિત્રોની ભાઇબંધી
તો લાગે હર એક પળ આનંદી