::::::::::::::::::::::::: અતિ આનંદી ન થા ::::::::::::::::::::::::::
અતિ આનંદી ન થા આજે દોસ્ત,
મંજીલ છે જાણે મૃગજળ દોસ્ત.
પગલાં ભર્યા છે હજી મેં તુજ સંગ,
કાલે ભરીશ શ્વાસ પણ તુજ સંગ.
તુજનો સંપૂર્ણ વિશ્વાસ મુજ પર.
તાકાત લગાવીશું નાખી કરમાં કર.
સફળતા હશે હાથમાં જ આપણાં,
કરીશું સાથે પછી આપણે તાપણાં.
તુજ સાથ આપજે સદા તું મુજને,
વાયદો આજે ફરી કરી દે તું મુજને.
અરે.....!
નિશ્ચિંત રહે..!
ચાલ, સપના સાચા થશે આનંદથી,
ચાલ, જીવી લઈએ હવે આનંદથી...
...🤝🏻આનંદી સાથ મુબારક🤝🏻...
::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
લી:- રુદ્ર રાજ સિંહ
તા:- ૧૮/૦૫/૨૦૨૦
સમય:- ૧.૩૦
::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
#આનંદી