જેલની એક નાની ઓરડીમાં બે જણા વાત કરી રહ્યા છે
ભાઈ તમારે શેનો કેસ હતો? સામે થી મંદ સ્વરે જવાબ આપ્યો કે પત્નીએ દહેજ નો જુઠો કેસ કર્યો હતો, તેમ કહીને તેને પોતાની સાચી દાસ્તાન રજૂ કરી,
પહેલા મારી પત્ની અને સાસરી વાળાએ કેસ કરવાની બીક બતાવી મનમાની કરી તેમ છતાં કેસ કર્યો,
પોલીસે માર મારીને પણ પૈસા પડાવ્યા, અંતમાં વકીલોએ પણ કશી જ કસર બાકી ના રાખી,
અંતે મને અને મારી માંને સજા થઈ, હવે અમે નિદોર્ષ છતાં સજા કાપી રહયા છે,અને હા,,,તે મારી પત્ની બહાર આશિક સાથે રંગરેલિયા મનાવે છે તેવું અંગત સ્નેહીજન પાસે થી જાણવા મળ્યું હતું,
અંતે સરકારી ચોપડે તો તેને ન્યાય મળ્યા ની જ નોંધ લખાય છે, કોઈ એ મને થયેલા અન્યાય ની નોંધ તો લીધી જ નહીં.