શરતો માં પ્રેમ કદી હોય નહીં,
શરણાગતિ વગર , હોય નહીં;
મેલ્યું મસ્તક, જ્યાં ખૂમારીથી,
મૃત્યુ જરા પણ, ડર હોય નહીં;
ગણતરી ઊંધી ,પડી જાય બધી,
હયાતિ અગર ,મગર હોય નહીં;
દાસ્તાને દિલ ફક્ત ,કુરબાની ત્યાં,
છટકબારી અફર,જરા હોય નહીં;
આનંદ બેહિસાબ ,મૌજ મસ્તાની
દુઃખદર્દ ની સફર , કદી હોય નહીં;