આજે જીવનનો દરેક મોડ પર હરીફાઈ નો સામનો કરવો પડે છે.
બાળક જન્મે છે ત્યારથી વય વુધ્ધિ અને માનસીક વીકાસનો સીલસીલો શારુ થાય છે અને શાળા ના પહેલા દીવસ થી હરીફાઈ શરુ થાય છે, જે અભ્યાસથી શરુ થઈ ધંધા રોજગાર નોકરી વીગેરે ક્ષેત્રે આ હરીફાઈ ચાલું રહી જીવન પ્રયત ચાલ્યા કરે છે' હરીફાઈના આ યુગમાં વીકાસના પંથે ચાલ્યાજ કરવું પડે છે અને પ્રગતી વીના હરીફાઈમાં ટકી શકાતું નથી, જો થોભી ગયા તો પણ કોઈ આગળ નીકળી જશે અને તમે પાછળ, માટે વીકલ્પ વીકાસના પંથે પ્રગતી કરતા કરતા આગળ વધવું પડેજ છે. હારી ગયા થાકી ગયા રોકાઈ ગયા એટલે પુરુ, દુનીયા કયાય આગળ નીકળી જશે અને તમે ભુતકાળ, પણ આર્થીક દોડધામ ના આ યુગ માં સ્નેહીજન પરીવાર અને મીત્રો થી આગળ વધી ના જાઓ તે દેખજો નહીતર બધું મેળવશો પણ પોતાનાનો પ્રેમ હુંફ અને સાથ ખોઈ બેસસો.
આભાર
Raajhemant
#વધવું