ચમકતીએ વીજળી,આંખો આંજીને જાય;
વાદળી થી છૂટી, રહેમત થઈ વરસી જાય,
ધુંઆધાર દિલની, તમન્ના પતંગ જેવી ચગી,
તૃષ્ણા નું તોફાન ઈચ્છા થઈ વરસી જાય;
અદબ વાળી દીધી બેઅદબ છેદિલ્લગી માં,
રૂહાની રૂઆબ માં ,નટખટ થઈ વરસી જાય;
તમાશા ને ક્યાં તેડું ,આવ્યું, જુઓને ભવાઈ,
સીમાડા તોડીને એઅસીમ થઈ વરસી જાય:
આનંદ અદ્વૈત અનુભૂતિ, ને દ્વેતમાં યુગલ રૂપ,
હર્ષોલ્લાસ માં અશ્રુઓ, દિલથી વરસી જાય;