શિર્ષક :: હરિ ભજ્યાનું આ ટાણું
હરિ ભજ્યાનું આ ટાણું
ઓ મનવા હરિ ભજ્યાનું આ ટાણું
ઘણા કીધા તે પાપ ધરા પર
ગણતરી કરી તેં પરધન પર
ભજી લે તનથી તું રાહબર
ઓ મનવા હરિ ભજ્યાનું આ ટાણું
તારા કરમ સદા રે' તારી સાથે
ભાથું ભક્તિનું બાંધી લે તારા હાથે
દુઃખડા તારા ઈશ નાથે
ઓ મનવા હરિ ભજ્યાનું આ ટાણું
હાથ-પગ, આંખ-કાન દીધા તને સાથે
સમજણ બુદ્ધિ નાખી તારા માથે
શાને મથે છે ભરવા બાથે
ઓ મનવા હરિ ભજ્યાનું આ ટાણું
કહે છે ઈશ તેજ તને હું તાણું
ભરી લે તું ભક્તિ કેરું ભાણું
હજી બાકી છે ઘણું ટાણું
ઓ મનવા હરિ ભજ્યાનું આ ટાણું
- તેજલ વઘાસીયા (ઉમરાળી, જૂનાગઢ )