"લોકડાઉનનું લફરું"
લોકડાઉન વખતે ઘરે રહ્યો ત્યારે છેક ખબર પડી,
રોજ રેશમી વાળ સૂકવતી કન્યા પર નજર પડી.
સમય થાય એટલે હું ગોઠવાઈ જતો બાલ્કનીમાં,
જેવી બારીમાંથી દેખાઈ એવી જ બૂમ અરર પડી.
જુલ્ફો ઉછાળી દર્શન દેવા શરમાઈને સામે જોતી,
હું થઈ જતો સ્થગિત એવો જાણે કોઈ કબર પડી.
મારા તરફથી બધું થાળે પડી ગયું છેક લવ યુ સુધી,
પછી સામાજીક અંતરના નિયમમાં પણ દરાર પડી.
હું તો ગોર અદાને પૂછી લગ્નનું વિચારતો'તો પણ,
એ સુંદરીની સગાઈ થઈ ગઈ એ પછી ખબર પડી.
અલ્પેશ કારેણા.