આજ મોદીજી એક પછી બે ને બે પછી આજ ત્રીજી વખત પ્રજા સામે વિનંતી કરીછે...કે આવતા રવિવારે રાતના નવ વાગે, નવ મિનિટ માટે સૈ ભારતદેશના નાગરિકોએ પોતાના ઘરમાં ઉભા રહીને દિવો અથવા મીણબતી અથવા ટોર્ચ અથવા કંઇપણ ના મળે તો પોતાના મોબાઇલની ટોર્ચથી ઉપર આકાશ સામે જોઇને હસતા ચહેરે અજવાળું પાથરવું...
પણ આવુ શા માટે! આનો શો ફાયદો!
હવે મુકો ને બધી પંચાત જે કહ્યુ તે બધાએ કરવાનું છે...
પણ તેમને કરેલા ભાષણના અર્થ મારે તમને સમજાવવા બહુજ અઘરાછે! પણ બસ ટુકમાં જ તમને કહી દઉ તો અત્યારે જે કોરોના વાઇરસથી આખી દુનીયાના દેશો હેરાન પરેશાન થઈ ગયા છે તે માટે આપણી ભગવાનને એક પ્રાર્થના સમજો કે વિનંતી સમજો એ આપણે એક પ્રાર્થના સમજીને આજીજી કરવાનીછે બસ.
કર્તા પણ એ જ ઉપરવાળોછે ને હર્તા પણ એ જ ઉપરવાળોછે.
ભગવાન સૈને આ મહામારીથી બચાવે
(પણ મારા મનના વિચારોથી તમને અંગત રીતે કહી દઉ તો વાત જાણે એમ છે કે આપણા મોદીજી માતાજીને બહું માનેછે એ તો આપ સૈ જાણતા જ હશો ને તે વરસમાં આવતી દરેક માની નવરાત્રી કંઇપણ જમ્યા વગર (એટલે કે દેશી ભાષામાં કહીએ તો તેને નકોડી કહેવાય છે) તેવા ઉપવાસ કરતા હોયછે. હવે જરા તમે વિચારો..
રવિવાર એટલે કે માતાજીનો વાર!
નવ એટલે નવરાત્રીના નવ દિવસ!
નવ મિનિટ એટલે કે માતાજીના નવ દિવસ પ્રમાણે નવનો આંકડો...!
શું આ બધુ મેચ નથી થતું!
કદાચ આ એક તેમનું અંગત રહસ્ય હશે પણ જાણકાર વ્યકતિ તરત જાણી શકેછે.
ચાલો જે હોય તે તે તેમનો વિચાર છે પણ ભલુ તો આપણા સૈનુ જ થવાનું છે ને તો જય માતાજી...
અમારા મોદીજીની પ્રાર્થના જરુર તમે સાંભળજો 👏