સપનો ની હતી એ રાણી
હતી બધા થી નિરાલી
સપનું હતું એનુ પાણી
એમાં ક્યાંક એ ખોવાણી
અંદર થી સાંભળાઈ એક મધુર વાણી
"આવી ને જો જિંદગીની કહાની"
કહાની હતી એ મજાની
માણતા આવડે તો હતી સુહાની
રાણી માણતી હતી એ કહાની
કહાની ના એક પહેલું માં એ ફસાણી
યાદ આવી તેને પેલી મધુર વાણી
અસમંજસ માં તે મુકાણી
સામેથી કોઈના આવવાની આહટ સંભળાણી
રાણી થોડી ગભરાણી
ઉજાસ સાથે થોડી મુસ્કાન દેખાણી
નજીક આવતા રાણી હરખાણી
માથે મોરપંખ,અધરો પર બાંસુરી
રાણી ના સ્વપ્ન ની આ વાત હતી નિરાળી....
#રાણી